દેશમાં બેફામ બની રહેલી કોરોના મહામારી સામે બાથ ભીડવા વિવિધ રાજ્ય સરકારો દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવી રહ્યા છે. રાજસ્થાનમાં જયપુર, જોધપુર, બીકાનેર, ઉદેપુર, અજમેર, કોટા, અલવર અને ભીલવાડા એમ આઠ જિલ્લામાં રવિવારથી રાતના ૮થી સવારના ૬ કલાકના નાઇટ કરફ્યૂનો અમલ શરૂ કરી દેવાયો હતો. રાજસ્થાન સરકારે માસ્ક નહીં પહેરવા માટેનો દંડ રૂપિયા ૨૦૦થી વધારીને રૂપિયા ૫૦૦ કર્યો છે અને નવી ગાઇડલાઇનમાં સાંજના ૭ વાગ્યાથી તમામ બજાર, ઓફિસ અને કોમર્શિયલ પ્રવૃત્તિ બંધ કરવાનો આદેશ આપ્યો છે. જોકે આવશ્યક સેવાઓને નાઇટ કરફ્યૂમાંથી મુક્તિ અપાઇ છે.