નાઈજરની સેનાએ ફ્રાન્સના રાજદૂતને બંધક બનાવી લીધા છે. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને આ વાત જણાવી. તેમણે કહ્યું કે જ્યારે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, એવું લાગે છે કે નાઈજરમાં ફ્રેન્ચ રાજદૂતને બંધક બનાવવામાં આવ્યા છે. તે ફ્રેન્ચ એમ્બેસીમાં છે. તેમને ખોરાક અને પાણી આપવામાં આવતું નથી. તેમના બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેઓ લશ્કરી રાશન પર જીવી રહ્યા છે.