મંગળવારનો દિવસ શેરબજાર માટે ખરેખર મંગળમય બની રહ્યો છે. પ્રી ઓપનિંગમાં માર્કેટ જ્યારે 10,010 પોઈન્ટના ઐતિહાસિક સ્તરે પહોંચ્યો તો બજારની આશાઓ તે વખતે વધવા માંડી હતી. અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે આ અઠવાડિયે પણ નિફ્ટી 10000ની પાર જઈ શકે છે. પરંતુ એવી તો કોઈને આશા નહતી કે આ તક અઠવાડિયાની શરૂઆતમાં જ આવી જશે. લગભગ 34 પોઈન્ટના વધારા સાથે નિફ્ટી રેકોર્ડ તોડીને 10,001 ખુલ્યો. આ બાજુ સેન્સેક્સ પણ પોતાના રેકોર્ડ લેવલ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. 106 અંકોના વધારા સાથે 32,352 પોઈન્ટ પર સેન્સેક્સ ખુલ્યો. કહેવાય છે કે 9000થી 10000 પોઈન્ટ સુધીની સફર નક્કી કરવામાં નિફ્ટીને માત્ર 92 સત્ર લાગ્યાં. આ સાથે જ નિફ્ટી આ વર્ષના દુનિયાના ટોપ પર્ફોર્મરમાં સામેલ થયો છે.