ચીની કંપનીઓ દ્વારા ભારતના નેતાઓ, અધિકારીઓ સહિતના ૧૦,૦૦૦થી વધુ મહત્ત્વના નાગરિકોની જાસૂસીના અહેવાલો મધ્યે વધુ એક ચિંતાજનક ખબર સામે આવી છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનાના પ્રારંભે નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર (એનઆઇસી) ખાતે થયેલા સાઇબર હુમલામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના વીવીઆઇપી અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા કોમ્પ્યૂટરોમાં હેકરો દ્વારા સેંધમારી કરાઇ હતી. એનઆઇસી ખાતે આવેલા આ કોમ્પ્યૂટરોમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને ગણમાન્ય ભારતીય નાગરિકોનો ડેટા પણ સ્ટોર કરાય છે. સુરક્ષાની આ ગંભીર સેંધમારીમાં એનઆઇસીના ૧૦૦થી વધુ કોમ્પ્યૂટરો પર હેકરો દ્વારા હુમલો કરાયો હતો. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ડેટામાં પણ સેંધમારી કરાઇ હોવાનું મનાય છે. આ સાઇબર હુમલા બાદ એનઆઇસીના એક કર્મચારીની ફરિયાદના આધારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા કેસ નોંધી તપાસ શરૂ કરાઇ હતી.