હવે ફરી એક વખત NIAએ દેશમાં 14 જગ્યાઓ પર દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે. મળતી વિગતો અનુસાર, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને દિલ્હીમાં આ દરોડા પાડ્યા છે અને કેટલાક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. NIAએ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ, ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન અને અન્ય ખાલિસ્તાની આતંકવાદી સંગઠનોના સ્થળો પર આ સર્ચ ઓપરેશન હાથ કરાયુ છે.