NIA એ ટેરર ફન્ડિંગ મામલે આજે સવારે કાશ્મીર ઘાટીમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને પૂછપરછ માટે એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, શ્રીનગર, અવંતિપોરા, પુલવામા, કુલગામ અને અનંતનાગમાં લગભગ 12 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, NIAએ શ્રીનગરના સોજેથ વિસ્તારમાંથી પૂછપરછ માટે એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. કસ્ટડીમાં લેવામાં આવેલા વ્યક્તિની ઓળખ ઈશાક અહમદ ભટ તરીકે થઈ છે.