નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ગુજરાતમાં ગાંધીધામ ખાતે કુખ્યાત ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાગરિત કુલવિન્દરના ઠેકાણાઓ પર આજે દરોડા પાડયા છે. ગેન્ગસ્ટર અને તેના સાગરિતો સામે ચાલુ કરવામાં આવેલી એક સઘન ઝુંબેશના ભાગરૂપે ભય અને આતંકનો માહોલ ફેલાવતા જૂથો સામેની ઝુંબેશના ભાગરૂપે આ દરોડા પાડવામાં આવ્યા છે. ગાંધીધામ સ્થિત કુલવિન્દર લોરેન્સ બિશ્નોઈ માટે કામ કરતાં માણસોને આશ્રય આપતો હતો. તે માટે કુલવિન્દર સામે એકથી વધુ કેસો થયેલા છે. કુલવિન્દર આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ સાથે પણ સંકળાયેલો છે.