એનઆઇએ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમંદ સાથે જોડાયેલા વ્યક્તિઓને કટ્ટરપંથી બનાવવાના મામલે ચાલી રહેલી તપાસ અંતગર્ત પાંચ રાજ્યોમાં 19 સ્થળોએ તલાશી અભિયાન શરૂ કર્યું છે.
ત્યારે સાણંદ નજીક આવેલા ચેખલા ગામમાં એનઆઇએની ટીમે મોડી રાતથી કાર્યવાહી આદરી છે. હાલમાં મદરેસામાં કામ કરતાં આદીલ વેપારીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેનાઆતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમંદ સાથે તાર જોડાયેલા હોવાની શંકા આધારે તપાસ ચાલી રહી છે.