રાષ્ટ્ર તપાસ એજન્સી (NIA)એ પાકિસ્તાન (Pakistan) સમર્થિક ગજવા-એ-હિન્દ (Ghazwa-E-Hind) મોડ્યુલ મામલે આજે ગુજરાત (Gujarat) સહિત 4 રાજ્યોમાં દરોડા પાડ્યા છે. NIAએ ગુજરાતના ગિર સોમનાથ જિલ્લો, મધ્યપ્રદેશનો દેવાસ જિલ્લો, ઉત્તર પ્રદેશનો આઝમગઢ જિલ્લો અને કેરળના કોઝિકોડ જિલ્લામાં શંકાસ્પદ પરિસરોમાં દરોડા પાડ્યા છે. દરોડામાં કેટલીક શંકાસ્પદ બાબતો પણ સામે આવી છે, જેમાં પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું છે. જોકે હાલ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. દરોડામાં તે શંકાસ્પદોના સંબંધો સામે આવ્યા છે, જેમના પરિસરોમાં પહેલા દિવસે પાકિસ્તાન સ્થિત આકાઓની તપાસ કરાઈ હતી.