દિલ્હીમાં ISISના આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. NIA દ્વારા ફરાર આતંકવાદીઓની શોધમાં અનેક જગ્યાએ દિલ્હીમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ વોન્ટેડ આતંકવાદીઓ પર NIAએ 3 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. જેમાં મોહમ્મદ શાહનવાઝ આલમ ઉર્ફે શફી ઉઝામા ઉર્ફે અબ્દુલ્લા, રિઝવાન અબ્દુલ હાજી અલી અને અબ્દુલ્લા ફયાઝ શેખનો સમાવેશ થાય છે. પુણે પોલીસ અને NIAની સંયુક્ત ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. NIAની આ કાર્યવાહી ખાલિસ્તાનીઓ વિરુદ્ધ એજન્સીની કાર્યવાહી વચ્ચે થઈ રહી છે.