યુપીના પાંચ જિલ્લાઓમાં આઠ જગ્યાએ NIAની ટીમે દરોડા પડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્વાહી નક્સલી કનેક્શન અને ટેરર ફંડિંગની તપાસના મામલામાં કરવામાં આવી છે. પ્રયાગરાજ, વારાણસી, આઝમગઢ અને દેવરિયા જિલ્લાના આઠ સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા છે. આજે વહેલી સવારથી આ કાર્યવાહીમાં NIAની અનેક ટીમો લાગેલી છે. આ ઉપરાંત કેટલાક લોકોથી પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.