કાર સિલિન્ડર બ્લાસ્ટ મામલે તમિલનાડુમાં ઘણી જગ્યાએ એનઆઈએના દરોડા ચાલુ છે. રિપોર્ટ મુજબ એનઆઈએ કેરળ, તમિલનાડુ, કર્ણાટકમાં લગભગ 60 ઠેકાણે રેડ પાડી રહી છે. આ દરોડા આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે સહાનુભૂતિ રાખનાર શંકાસ્પદ વ્યક્તિઓ સામે ચાલી રહી છે. રિપોર્ટ મુજબ આ લોકો વીડિયો દ્વારા લોકોને પ્રભાવિત કરવાની કોશિશ કરે છે.