નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આજે સવારે ગુજરાત સહિત સાત રાજ્યોમાં 70થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા ગેંગસ્ટર અને ક્રાઈમ સિન્ડિકેટ સાથે જોડાયેલા કેસમાં પાડવામાં આવ્યા છે. NIAએ જે રાજ્યોમાં દરોડા પાડ્યા છે તેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. આ સિવાય એજન્સીએ કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી અને ચંદીગઢમાં પણ તપાસ શરૂ કરી છે.