પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ ના 28માં સ્થાપના દિવસના અવસરે આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે આઝાદી માટે આપણું આંદોલન અને આપણો ઈતિહાસ માનવાધિકારોની પ્રેરણા અને માનવાધિકારના મૂલ્યોનો ખુબ મોટો સ્ત્રોત છે. તેમણે એમ પણ કહ્યું કે માનવાધિકારોના નામ પર કેટલાક લોકો દેશની છબી ખરાબ કરવાની કોશિશ કરે છે અને આપણે તે પ્રત્યે સચેત રહેવાની જરૂર છે.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ગરીબ લોકોને શૌચાલય, રાંધણ ગેસ જેવી પાયાની જરૂરિયાતો ઉપલબ્ધ કરાવી, ત્યારે તેનાથી પણ તેમનામાં અધિકારો પ્રત્યે જાગૃતતા ઉત્પન્ન થઈ. પ્રધાનમંત્રીએ કહ્યું કે માનવાધિકારોને રાજનીતિક ફાયદા-નુકસાનની દ્રષ્ટિથી જોવા, તે આ અધિકારોની સાથે સાથે લોકશાહીને પણ નુકસાન પહોંચાડે છે. માનવાધિકારોના નામ પર કેટલાક લોકો દેશની છબી ખરાબ કરવાની કોશિશ કરે છે, આપણે તે પ્રત્યે સચેત રહેવાની જરૂર છે.