દિલ્હી-એનસીઆરમાં દિવાળીમાં ફટાકડા પર પ્રતિબંધ બાદ પણ પ્રદૂષણ અપેક્ષા અનુસાર કાબૂમાં ના આવતાં નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે (એનજીટી)આ પ્રતિબંધને લંબાવવાનો નિર્ણય કર્યો છે અને હવે કોવિડ-૧૯ નિયંત્રણમાં ના આવે ત્યાં સુધી ફટાકડા ફોડવા પરનો પ્રતિબંધ જળવાઇ રહેશે. તેના પરિણામે હવે જ્યારે લગ્નની સિઝન ખૂલી છે તેમાં લોકો ફટાકડા ફોડી શકશે નહીં. એનજીટીએ જણાવ્યું હતું કે દેશના જે રાજ્યોમાં હવાની ગુણવત્તા સારી નહીં હોય ત્યાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવશે. એનજીટીએ આદેશ કર્યો હતો કે કોવિડ-૧૯ના રોગચાળા દરમિયાન જ્યાં વ્યાપક એર ક્વોલિટી પૂઅર અને તેનાથી ઉપરની કેટેગરીમાં આવે છે ત્યાં તમામ પ્રકારના ફટાકડાનાં વેચાણ અને તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. એનજીટીએ તમામ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ્સને એ જોવાનો આદેશ કર્યો છે કે પ્રતિબંધિત ફટાકડાનું વેચાણ ના થાય અને અને જો નિયમનો ભંગ થાય તો વળતર વસૂલવા પણ આદેશ કર્યો છે.