-
અમદાવાદના અસારવા વિસ્તારમાં પાન-મસાલા ગુટકાથી મોઢાના કેન્સરને કારણે નિધન પામેલી એક મહિલાના પરિવારે આવા વ્યસનને રોકવા અને જન જાગૃતિ માટે ચામુંડા કેન્સર હોસ્પિટલમાં સેવાનું કામ કરતી ઉમંગ સેવા ટ્રસ્ટ નામની એનજીઓની મદદથી મૃતક મહિલાના બેસણાંમાં તમાકુથી કેવા ભયાનક રોગો અને કેન્સર થાય છે તેનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. કેટલાકને આવા વ્યસનથી છૂટકારો મેળવવા દવાનું મફત વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ નવતર પ્રયોગને સ્થાનિક સહિત અન્ય નાગરિકોએ બિરદાવ્યો હતો.