Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જીજ્ઞા રાજગોર જોષી: શું પરદેશમા ભગવાન નથી પહોંચી શકતો!!!આવો બાળક જેવો સવાલ મનમા ત્યારે ઉભો થયો જ્યારે મે અહીંયા ન્યૂઝીલેન્ડમા આવીને ચૈત્ર નવરાત્રીના ઉપવાસ  કર્યા. .પરદેશમા રહેવુ અને ત્યાના જેવુ જીવન જીવવાની ઇચ્છા આપણા ભારતમા કદાચ દર ત્રીજો કે ચોથો વ્યક્તિ રાખતો હશે...અને પરદેશ જવાના સપનાને સાકાર કરવા ભારતમા ભગવાનને ખૂબ પ્રાર્થના પણ કરી હશે. ..પણ જેવા પરદેશની ભૂમિ પર પગ મૂક્યો કે જાણે આપણે તુરંત જ અહીંયાની રોબોટીક લાઇફના હવાલે થઈ જઈએ છીએ. ..જેમા આપણા પાસે ભગવાનનો દિવો તો દૂર પણ એને પ્રાર્થના કરવાનો પણ સમય નથી કાઢી નથી શકતા. ..અહીયા આવીને શું શિવરાત્રી કે શું જન્માષ્ટમી? ન કોઈ તહેવાર હોય કે ન કોઈ ઉપવાસ. .ન કોઈ શુભ મૂર્હત હોય છે કે ના કોઇ ચોઘડિયા. ..કારણ કે અહીંયા કદાચ ભગવાન નથી પહોંચી શકતો...શું એવુ હશે?

જવાબ છે ના...માનો તો મે ઇશ્વર હુ..ન માનો તો પથ્થર કી મૂરત...સવાલ અહીંયા તમારી વિચારસરણીનો છે...વિદેશમા પણ અહીંના લોકો પોતાના ભગવાનને માને છે..તેઓ પણ પોતાની પરંપરાને નિભાવે છે...તો પછી આપણે કેમ અહીંયા આવીને આપણી આસ્થા આપણી પરંપરાઓથી પર થઈ જઈએ છીએ. ..જે ઇશ્વરની  તમે અહીંયા આવવા માટે પ્રાર્થનાઓ કરી હતી અને જેણે તમને અહીંયા સુધી પહોંચાડ્યા...શું એ ઇશ્વર અહીંયા નથી વસતો?આ વિષય શ્રધ્ધાનો છે સાહેબ. ..તમે જે ઇશ્વરમા આસ્થા ધરાવો છો એ તમને દૂનિયાના કોઈ પણ ખૂણે દેખાય છે. ..તો પછી ન્યૂઝીલેન્ડમા આવીને નવરાત્રિના નકોરડા ઉપવાસ પણ તમારી ભગવાન પ્રત્યેની શ્રધ્ધાનો જ એક પૂરાવો છે..શહેર બદલાય ,દેશ બદલાય પણ ભગવાન પ્રત્યેની તમારી આસ્થા નથી બદલાતી..મારા ઉપવાસ સમયે પણ આપણા અહીંયા વસતા ગુજરાતી મિત્રોએ પણ આવુ જ કહ્યુ હતુ કે ગાંડી થઈ ગઈ છે!!અહીંયા આવા ઉપવાસ ના હોય. ..નવા ઘરે રહેવા જાવો ત્યારે અહીંયા કોઈ શુભ દિવસ ના જોવાનો હોય..ત્યારે મારો આ જ સવાલ હતો કે કેમ અહીંયા ભગવાન નથી પહોંચતો શું?
ભગવાન બધે જ વસે છે. ..કોઇ એને ગૉડ કહે છે તો કોઇ એને અલ્લાહ. ..વાત તમારી આસ્થા ની છે ...દેશ કે પરદેશની નહી. ..

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ