રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. જોકે, મંગળવારે ઠંડીમાં આંશિક રાહત મળી હતી. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, કચ્છમાં હજુ એક દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પારો બેથી ચાર ડિગ્રી વધી શકે છે. મંગળવારે 11 શહેરોમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન રહ્યું હતુ. આ સાથે આગાહી કરવામાં આવી છે કે, લઘુત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી વધી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા ઠંડી ઘટશે.