ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી બાદ અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્તના મુદ્દે ભારે તડાફડી સર્જાશે એવું મનાતું હતું પરંતુ તેના બદલે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ, દાખલ કરવામાં આવી અને ચર્ચા માટે નિયમ અનુસાર અમુક દિવસ માટે મુલતવી રાખવામાં આવતા આ પ્રસ્તાવ પર આખરે કોઈ નવાજૂની કે તડાફડી થઈ શકી નહોતી. કોંગ્રેસના ધારાસભ્ય શેલેષ પરમારે આ દરખાસ્ત રજૂ કર્યો ત્યારે જેમની સામે અવિશ્વાસ વ્યક્ત કરાયો તે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રસ્તાવ રજૂ કરાવ્યો હતો અને દાખલ કરીને 14 દિવસ બાદના સાત દિવસના પ્રથમ દિવસે ચર્ચા માટેનો સમય અને તારીખ નક્કી કરાશે એમ કહીને પ્રસ્તાવની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. વિધાનસભાનું હાલનું બજેટસત્ર 28 માર્ચ સુધી છે. ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી અવિશ્વાસની દરખાસ્ત ચર્ચામાં આવે એવી કોઈ શક્યતા નહોતી.
પ્રશ્નોત્તરી દરમ્યાન એઈમ્સ હોસ્પિટલના પ્રશ્નોની ચર્ચામાં સરકારને ઘેરવાનો પ્રયાસ થયો હતો કેમ કે ભાજપના ધારાસભ્યોની એઈમ્સ હોસ્પિટલ રાજકોટ અને વડોદરા લઇ જવાના બાબતે સામસામે આંતરિક લડાઈ ચાલી રહી છે. જોકે જવાબ આપનાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિપક્ષને એવી કોઈ તક આપવાને બદલે એઈમ્સ હોસ્પિટલનું સ્થળ કેન્દ્ર સરકાર નક્કી કરશે એમ કહીને વાતને વાળી લીધી હતી.
સોમનાથ ગીરના રસ્તા અંગેના એક પ્રશ્નની ચર્ચામાં માર્ગ મકાનમંત્રી નીતિન પટેલે ખૂબ ઉત્સાહમાં આવીને ધારાસભ્યોને ખાસ કરીને વિપક્ષી ધારાસભ્યોને વધુ માહિતી માટે તેમની ઓફિસમાં આવવા આગ્રહ રાખ્યો હતો અને સરકારી કેવી કામગીરી કરી છે તેની વધારે માહિતી લેવા પણ ઉત્સાહભેર જણાવ્યું હતું. અલબત્ત, આ રસ્તાના મામલે કોંગ્રેસના પૂંજાભાઈ વંશે પ્રશ્નોત્તરી બાદ રેકોર્ડ પર એ બાત મુકી હતી કે યુપીએના શાસન દરમ્યાન આ રસ્તો મનમોહનસિંઘની સરકારે મંજૂર કર્યો હતો છતાં મંત્રીએ જવાબમાં કોઈ ઉલ્લેખ કર્યો નહતો. આમ, પૂંજાભાઈ વંશે કોંગ્રેસની કામગીરીને રેકોર્ડ પર લાવવાનો પ્રયાસ કર્યો હતો.
વિધાનસભામાં આજે ગુરુવારે રીસેષ પહેલા શ્રમ રોજગાર અને મહેસૂલ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ રજૂ થઈ હતી અને મંજૂર પણ થઈ હતી. દર ગુરુવારે રીષેસ બાદ બિનસરકારી કામકાજ હાથ ધરવાનું પરંપરા અનુસાર રીષેસ પછી બિનસરકારી વિધેયક રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ધારાસભ્ય સુરેશભાઈ પટેલ દ્વારા ગુજરાત બિન નાશવંત કચરો નિયંત્રણ વિધેયક રજૂ થયું હતું અને તેના પર ચર્ચા વિચારણા થઈ હતી.
પ્રશ્નોત્તરી દરમ્યાન અપાતી પુસ્તિકામાં ખાનગી વીજ કંપનીઓ પાસેથી સરકારે કેટલી વીજળી ખરીદી તે પ્રશ્નોની ઠીક ઠીક ચર્ચા ગૃહની બહાર થતી હોવાનું જણાયું હતું.