ICC ક્રિકેટ વર્લ્ડકપ 2019માં ધમાલ કરી રહેલા ધોની માટે એક માઠા સમાચાર છે. દિલ્હીથી જોડાયેલા નોઇડા સ્થિત ઘરમાં ચોરોએ હાથફેરો કરી લીધો છે. મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે ધોનીના ઘરમાંથી એલઈડી ટીવી, ઇનવર્ટર, લેપટોપ, મોબાઇલ ફોન અને ગેસ સિલિન્ડર સુધીની ચોરી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ધોનીના જે ઘરમાં ચોરી થઈ છે તે નોઇડા સેક્ટર 104માં આવેલું છે. મામલો હાઇપ્રોફાઇલ હોવાથી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ચોરીના કેસ સંદર્ભે ત્રણ લોકોની ધરપકડ કરી લીધી હતી. ધોનીના ઘરે ચોરી મામલે ધરપકડ કરવામાં આવેલા ત્રણેય લોકોનાં નામ સહાબુદ્દીન, રાહુલ અને ઇકલાફ છે ધોનીએ પોતાનું આ ઘર વિક્રમસિંહ નામના વ્યક્તિને ભાડે આપ્યું છે