સુરત (Surat)ની નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital)ની ગંભીર બેદરકારી (Irregularities) સામે આવતા ખળભળાટ મચી ગયો છે. કાચની પેટીમાં મૂકેલી નવજાત બાળક (New born baby)ને અજાણી મહિલા ઉઠાવી જતાં ફરાર થઈ ગઈ હતી. સુરતની 60થી વધુ પોલીસે તપાસ કરી ડિંડોલી (Dindoli)માંથી મહિલા આરોપીને ઝડપી પાડી બાળકને શોધી કાઢ્યું છે.
સુરતમાં આજે સવારે નવી સિવિલ હોસ્પિટલમાં કાચની પેટીમાં મૂકેલ નવજાત શિશુ ગાયબ થઈ જતાં માતાપિતા આક્રોશમાં આવી ગયા હતા. હોસ્પિટલ (Hospital) તંત્રની આંખ નીચે અજાણી મહિલા નવજાતને ઉઠાવી જતાં સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. રમાડવાના બહાને મહિલાએ બાળકને ઉઠાવ્યું (Kidnapping) હતું અને નવજાત બાળકને થેલીમાં નાખી મહિલા ફરાર થઈ ગઈ હતી. ત્યારે હોસ્પિટલની સુરક્ષા સામે ફરી સવાલો ઉઠ્યા છે. આ સમગ્ર મામલે સિક્યુરીટી (Security) હેડને પૂછતાં સિક્યુરિટીએ લૂલો બચાવ કર્યો હતો.