ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતનો પરાજય થતાં જ વર્લ્ડ કપ વિજયનું વિરાટ સ્વપ્ન રોળાયું હતું. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ૧૮ રને વિજય મેળવી લીધો છે. મંગળવારે શરૂ થયેલી આ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલી બેટિંગ લીધી હતી. વરસાદના વિઘ્ન વચ્ચે મેચ બુધવારના રિઝર્વ ડે ઉપર ખસેડવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડે ભારતને ૨૪૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતનો ૧૮ રને પનો ટૂંકો પડયો હતો. મહત્ત્વની વાત એ છે કે, વર્લ્ડ કપની વોર્મઅપ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને પરાજય આપ્યો હતો. ત્યારબાદ લીગ રાઉન્ડમાં તેમનો મુકાબલો વરસાદના કારણ ધોવાઈ ગયો હતો. હવે સેમિફાઈનલમાં ફરી એક વખત ન્યૂઝીલેન્ડે ભારતને પરાજય આપીને વર્લ્ડકપમાં પોતાના વિજયની લય જાળવી રાખી હતી. ભારતનું ટોપ ઓર્ડર કે જે વિશ્વમાં શ્રેષ્ઠ ગણાય છે તે સેમિફાઈનલમાં ફ્લોપ સાબિત થયું હતું. રોહિત શર્મા, રાહુલ અને વિરાટ માત્ર ૧-૧ રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા.