ન્યુઝીલેન્ડે ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં બાંગ્લાદેશને 88 રને પરાજય આપી ત્રણ મેચની સિરીઝમાં 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો. મેચમાં છ વિકેટ ઝડપનાર સાઉથીને મેન ઓફ ધ મેચ અને સિરીઝની પ્રથમ બે મેચમાં સદી ફટકારનાર
માર્ટિન ગુપ્ટીલને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.
331 રનના લક્ષ્યાંક સામે બાંગ્લાદેશની સમગ્ર ટીમ 47.2 ઓવરમાં 242 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી અને શબ્બીર રહેમાનની પ્રથમ સદી એળે ગઈ હતી. ન્યુઝીલેન્ડ તરફથી ટીમ સાઉથીએ 65 રન આપી છ વિકેટ ઝડપી હતી જ્યારે ટ્રેન્ટ બોલ્ટે 37 રન આપી બે વિકેટ ઝડપી હતી. સાઉથીએ પોતાની પ્રથમ બે ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી બાંગ્લાદેશના ટોપ ઓર્ડરને વેરવિખેર કરી નાખ્યું હતું.