નવા વર્ષના પ્રથમ દિવસે કેન્દ્ર સરકારે કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂતોને ૫૦ કીલો ડીએપી(ડાય એમોનિયમ ફોસ્ફેટ) ખાતરની એક બેગ ૧૩૫૦ રૂપિયામાં મળતી રહેશે. સરકારે ડીએપી પર ૩૮૫૦ કરોડ રૂપિયા વધારાની સબસિડી આપવાનો નિર્ણય લીધો છે.