નવા વર્ષે પણ ઉત્તર ભારતને ઠંડીથી રાહત મળી નહોતી. કાશ્મીરમાં ચાલી રહેલા ૪૦ દિવસના ચિલ્લાઈ કલાનની અસર પર્વતીય અને મેદાની રાજ્યો ઉપર જોવા મળી હતી. પહેલી જાન્યુઆરીની સવાર દિલ્હી માટે સૌથી ઠંડી બની રહી હતી. નવા વર્ષે દિલ્હીવાસીઓને અતિશય ઠંડીનો સામનો કરવાનો આવ્યો હતો. અહીંયા સવારે તાપમાન ૧.૧ ડિગ્રી નોંધાયું હતું. આ સાથે જ દિલ્હીની ઠંડીએ પંદર વર્ષનો રેકોર્ડ તોડયો હતો. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. તાપમાનનો પારો માઈનસ ચાર ડિગ્રીથી ઘટીને ઝીરો ડિગ્રી પર પહોંચતા સહેલાણીઓએ રાહત અનુભવી હતી.