એનડીએ સંસદીય દળનાં નેતા ચૂંટાયા પછી મોદીએ સાંસદોને સંબોધન કર્યું હતું. તેમણે બંધારણને પ્રણામ કર્યા હતા. મોદીએ કહ્યું કે સંસદનાં સેન્ટ્રલ હોલમાં આજનો અવસર અસામાન્ય છે. નવા ભારતનાં સર્જન માટે નવી ઉર્જા સાથે નવી યાત્રાનો આપણે સૌ પ્રારંભ કરી રહ્યા છીએ. વિશ્વાસની દોર જ્યારે મજબૂત બને ત્યારે પ્રો ઈન્કમબન્સીની લહેર છવાઈ જાય છે. આપણે પાંચ વર્ષ ગરીબો માટે સરકાર ચલાવી અને ૨૦૧૯માં ગરીબોએ જ આપણી સરકાર બનાવી છે. આ ચૂંટણીએ દીવાલો તોડવાનું અને દિલને જોડવાનું કામ કર્યું છે. વિનોબા ભાવે કહેતા કે ચૂંટણી લોકોમાં ભાગલા પડાવે છે અને લોકોને વિભાજિત કરે છે, દીવાલો બનાવે છે અને ખાઈ બનાવે છે પણ આ વખતની ચૂંટણીએ દીવાલો તોડી છે અને દીલોને જોડયા છે. ચૂંટણીમાં સામાજિક એકતા, મમતા,સમતા, સમભાવ અને મમભાવ જોવા મળ્યા છે. ભારતની લોકશાહીમાં નવા યુગનો આરંભ થયો છે. જનતાની આશા અપેક્ષાઓ મુજબ આપણે જીવન જીવીશું.