અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને 1 ઓક્ટોબરથી રહેવું ભારે પડશે. અમેરિકામાં હાલમાં 5 લાખ લોકો ગેરકાયદે રહી રહ્યાં છે. જેમના વીઝા પૂર્ણ થઈ ગયા છે કે ખોટી રીતે અમેરિકામાં પ્રવેશ્યા છે. પહેલી ઓક્ટોબરથી અમેરિકામાં નવો નિયમ લાગુ થશે. અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોમાં ભારતીયોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે. માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટ્યૂટના મત અનુસાર આ નિર્ણયથી 37 લાખ લોકોને અસર થશે.