ગુજરાતમાં નવા વાહનો માટે આજથી નવા નિયમનો અમલ થશે, જેમાં હવેથી નવા વાહનો નંબર પ્લેટ લગાવીને જ શોરુરમમાંથી આપવામાં આવશે, નંબર પ્લેટ વગરના વાહનોની શોરુમમાંથી ડિલિવરી કરવામાં આવશે નહીં.
ગુજરાતમાં આજથી નવા વાહનની ખરીદી કરનારને નંબર પ્લેટ લગાવવા માટે RTOના ધક્કામાંથી મુક્તિ મળશે. હવેથી શોરુમમાંથી નંબર પ્લેટ લગાવ્યા બાદ જ નવા વાહનની ડિલિવરી મળશે. RTO નવા નિયમ મુજબ આજથી જૂની-નવી નંબર પ્લેટનું કામ કરશે નહીં પરંતુ નંબર પ્લેટ લગાવવાનું કામ હવેથી ડીલરો જ કરશે. આ માટે તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા પણ શોરુમમાંથી જ થશે. આ માટે નવા વાહન ખરીદનારે વધારાનો સર્વિસ ચાર્જ ચુકવવો પડશે.