સ્કીમનો અમલ કરવાનો ચોવીસમી જાન્યુઆરી ૨૦૨૫ના જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર આ નવી જાહેરાત કરતાં નોટિફિકેશનમાં પેન્સનની જૂની અને નવી નેશનલ પેન્સન યોજનોના સારા પાસાંઓનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા લાગુ કરવાને પરિણામે કર્મચારીને પેન્શનની નિશ્ચિત રકમ મળશે. પહેલી એપ્રિલ ૨૦૨૫થી નવી યોજના કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવશે. નેશનલ પેન્શન સ્કીમ હેઠળ રજિસ્ટર થયેલા કેન્દ્રિય કર્મચારીઓને નવી યોજનાનો લાભ આપવામાં આવશે. જોકે તેમને નવી પેન્શન યોજનાનો લાભ આપવા માટે કેટલાક ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે.