પેપર લીકના વિવાદ વચ્ચે યુજીસીની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ 18મી જુને લેવાયા બાદ બીજા જ દિવસે રદ કરી દેવાઈ હતી ત્યારે એનટીએ દ્વારા આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરી દેવામા આવી છે. જે મુજબ હવે 21મી ઓગસ્ટથી યુજીસી- નેટ પરીક્ષા લેવામા આવશે અને પેપર-પેન્સીલના ઓફલાઈન મોડને બદલે હવે આ પરીક્ષા સંપૂર્ણ રીતે કમ્પ્યુટર બેઝ લેવામા આવશે.