ભારત સ્ટેજ-6 (BS)ના હિસાબે ઇંધણ બનાવવા પાછળ થનારા ખર્ચની વસૂલાત માટે સરકાર પેટ્રોલ-ડીઝલ પર પ્રીમિયમ ટેક્સ લાદી શકે છે. તેનાથી પેટ્રોલ-ડીઝલ વધુ મોંઘા થવાના અણસાર છે. સરકાર આ પ્રકારના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. જેમાં પ્રીમિયમ ટેક્સ ઓઈલ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ તરફથી રિફાઈનરીઓને BS-6 અપગ્રેડેશનમાં કરાયેલા રોકાણની પૂરતી કરવા માટે લાદવામાં આવી શકે છે.
પેટ્રોલ પર લિટરે 80 પૈસા, ડીઝલ પર રૂ. 1.50નો વધારો થઇ શકે છે
આ પ્રસ્તાવ સ્વીકારી લેશે તો પેટ્રોલ પર લીટરે 80 પૈસા અને ડીઝલ પર 1.50 રૂપિયાનો પ્રીમિયમ ટેક્સ લાદવામાં આવશે. એક રિપોર્ટ મુજબ સરકારી અને ખાનગી ઓઈલ કંપનીઓએ પેટ્રોલિયમ મંત્રાલયને BS-6 અપગ્રેડેશનમાં કરાયેલા રોકાણની પૂરતી માટે પેટ્રોલ-ડીઝલના ભાવો વધારવાની અપીલ કરી છે. જેના માટે ઓઈલ કંપનીઓએ વધારાનું પ્રીમિયમ દર લગાવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રિપોર્ટ મુજબ આ નવો ટેક્સ ગ્રાહકો પાસેથી 5 વર્ષ સુધી વસૂલવામાં આવશે.