અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે તાવ આવવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, ઉધરસ આવવી અને થાક જેવા શારીરિક ફેરફાર જ કોરોનાના લક્ષણ છે. આ તકલીફોમાંથી પસાર થનાર લોકોને તાત્કાલિક કોરોનાની તપાસ કરાવવાની સલાહ આપવામાં આવતી હતી. પરંતુ અમેરિકાની મેડિકલ સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શને જણાવ્યા મુજબ, નાકમાંથી પાણી વહેવું, ઉબકા આવવા અને ડાયરિયા પણ કોરોનાના લક્ષણ હોઈ શકે છે. આવા લક્ષણ દેખાતા તેને સામાન્ય બીમારી ન સમજતાં પરંતુ કોરોનાની તપાસ કરાવો.
નોંધનીય છે કે, દેશમાં કોરોના વાયરસ નું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. કોવિડ–19ના નવા કેસ રોજેરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 5.28 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત છે. આ દરમિયાન કોરોનાના નવા લક્ષણોએ આરોગ્ય વિભાગની મુશ્કેલીઓ વધારી દીધી છે.