UAEમાં રમાવા જઈ રહેલી IPL-2020 સિઝન પહેલા BCCIએ એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) ફ્રેન્ચાઈઝીઓને સોંપી દીધી છે. આ SOPમાં IPLની તમામ 8 ટીમો માટે અલગ-અલગ હોટલ, UAE જવા રવાના થતાં પહેલા 2 કોરોના ટેસ્ટના ફરજિયાત રિપોર્ટ સબમીટ કરાવવાનો રહેશે.
આ SOPમાં કહેવામાં આવ્યું છે કે, દરેક ફ્રેન્ચાઈઝીની મેડિકલ ટીમ આ વર્ષે 1 માર્ચ થી તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની મેડિકલ અને ટ્રાવેલ હિસ્ટ્રી મેળવે.
ફ્રેન્ચાઈઝીઓની પસંદના શહેરમાં એકઠા થયા પહેલા તમામ ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને બે COVID-19 PCR ટેસ્ટમાંથી પસાર થવાનું રહેશે. (એક અઠવાડિયામાં 24 કલાકના અંતરે બે વખત). જેનાથી UAE માટે ફ્લાઈટમાં બેઠા પહેલા જ કોરોના સંક્રમણનું જોખમ ટાળવામાં મદદ મળશે.
ખેલાડીઓ અને ટીમના સપોર્ટ સ્ટાફને કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ આવવા પર ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. 14 દિવસની મુદ્દત પૂરી થયા બાદ વધુ બે ટેસ્ટ (24 કલાકના અંતરમાં) કરવામાં આવશે. બન્ને રિપોર્ટ નેગેટિવ આવવા પર UAE જવાની મંજૂરી આપવામાં આવશે.
આ નિયમ તમામ વિદેશી ખેલાડીઓ અને ટીમ સપોર્ટ સ્ટાફ પર પણ લાગૂ થશે. BCCIની હાલની ગાઈડલાઈન પ્રમાણે, UAE પહોંચવા પર ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની પહેલા, ત્રીજા અને છઠ્ઠા દિવસે તપાસ કરવામાં આવશે.
સા સાથે જ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન દર 5 દિવસે તપાસ હાથ ધરવામાં આવશે. ત્રીજી વખત રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ સભ્યોને એકબીજા સાથે મળવા દેવામાં આવશે.
તમામ ફ્રેન્ચાઈઝી ટીમોને અલગ-અલગ હોટલોમાં રાખવામાં આવશે. કાયમ ફેસમાસ્ક પહેરવું ફરજિયાત છે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવું પણ અનિવાર્ય રહેશે. તમામ ખેલાડીઓ પોત-પોતાના રૂમમાં ખાવાનું મંગાવશે. એક જ જગ્યાએ બધા સાથે નહીં ખાઈ શકે.