ફેક્ટ ચેક વેબસાઈટ ઓલ્ટ ન્યૂઝના સહ સંસ્થાપક મોહમ્મદ ઝૂબેરની મુશ્કેલી વધતી નજર આવી રહી છે. તેમને દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કર્યા હતા. જ્યાં તેમના વકીલે જામીન અરજી દાખલ કરી હતી. પોલીસે ઝૂબેરને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની માગ કરી છે. આ ઉપરાંત પોલીસે તેના પર નોંધાયેલી FIRમાં IPCની વધુ ધારાઓ જોડી છે. જેમાં અપરાધિક ષડયંત્ર અને પુરાવા નષ્ટ કરવા સાથે જ FCRAની ધારા 35 પણ લગાવવામાં આવી છે. ઝૂબેર પર વિદેશથી ફંડ લેવાનો આરોપ લગાવ્યો છે. પોલીસની કહેવું છે કે, તેમણે ઝૂબેરનો મોબાઈલ ફોન અને હાર્ડ ડિસ્ક જપ્ત કરી છે.