કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતના ઓબીસી તેમજ ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરને મોટી જવાબદારી સોંપી છે. અલ્પેશ ઠાકોરની ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિના સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી છે. તેની સાથે સાથે તેમને બિહારના સહપ્રભારીની જવાબદારી પણ સોંપાઈ છે. હાલ બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ છે. અલ્પેશ ઠાકોરને સહપ્રભારીનો ચાર્જ સોંપવામાં આવતા હવે બંને પદ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સંભાળશે.