વિશ્વ સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર જગવિખ્યાત તો છે પણ હવે એક નવો વિક્રમ પણ આ મંદિર સાથે નોંધાયો છે. આવકની રીતે પણ હવે સોમનાથ મંદિર વિખ્યાત બન્યું છે. સોમનાથ મંદીરમાં પ્રસાદ દ્વારા જ સાત કરોડથી પણ વધુ આવક નોંધાઈ છે. સોમનાથ મંદિરે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દેશ – વિદેશથી આવતા હોય છે. તેમને મંદિર પરિસરમાં જ પ્રસાદ પૂરો પાડવામાં આવે છે.