ગુજરાતમાં ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સુવિધા પૂરી પાડવા 60 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી અપાઈ. જે માટે 60 કરોડ રુપિયા મંજૂર કરાયા. આ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉમેરાતા રાજ્યમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સંખ્યા 1453 થશે. હાલ રાજ્યમાં 8800 સબ-સેન્ટર અને 322 સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે. આરોગ્યમંત્રી શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે, છેલ્લા દાયકામાં આરોગ્ય વિભાગનું બજેટ 7 ગણું વધારાયું .