વિદેશી સ્ટૂડન્ટ્સ માટે અમેરિકાએ પોતાની નીતિ કડક બનાવી છે. સ્ટૂડન્ટ્ સ્ટેટ્સના ઉલ્લંઘનના બીજા જ દિવસે સ્ટૂડન્ટ અને તેના પરિવારજનોની અમેરિકામાં હાજરી ગેરકાયદેસર માનવામાં આવશે. વીઝા અવધિ સમાપ્ત નહીં હોવા છતાં પણ સ્ટેટ્સના ઉલ્લંઘન બાદ તેમની હાજરી ગેરકાયદેસર માનવામાં આવશે. આ નવી જોગવાઈ નવમી ઓગસ્ટથી લાગુ થઈ ચુકી છે. આ પહેલા નિયમ હતો કે જે દિવસે ગુનો સાબિત થશે અતવા અપ્રવાસી મામલાના ન્યાયાધીશ આદેશ જાહેર કરતા હતા. તે દિવસથી અમેરિકામાં તેમનું રહેવું ગેરકાયદેસર માનવામાં આવતું હતું. નવી નીતિ પ્રમાણે. 180 દિવસ સુધી અનાધિકૃત રીતે વસવાટ કરનારાઓની અમેરિકામાં ફરીથી પ્રવેશ પર દશ વર્ષની રોક લગાવી શકાશે. કોઈ સ્ટૂડન્ટ સંસ્થામાં પુરો સમય નહીં આપે.. તો તેને સ્ટૂડન્ટ સ્ટેટ્સના નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવશે. અભ્યાસ પૂર્ણ થયા બાદ ગ્રેસ પીરિયડથી વધુ સમય અમેરિકામાં રોકાણ કરવું અથવા અનાધિકૃતપણે નોકરી કરવાને કારણે પણ આવા સ્ટૂડન્ટને કાર્યવાહીનો સામનો કરવો પડશે.