સરકારી નોકરી કરતા કર્મચારીઓ માટે સરકાર મોટી ખુશખબર આપવાની તૈયારીમાં છે. સરકાર એ દિશામાં કામ કરી રહી છે કે 68 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 52 લાખ પેન્શન ધારકો માટે એક એવી વ્યવસ્થા બનાવવામાં આવે જેમાં 50 ટકાનો વધારો ડીએ થવા પર સેલરીમાં ઓટોમેટિક વધી જાય. આ વ્યવસ્થાને 'ઓટોમેટિક પે રિવિઝન સિસ્ટમ'ના નામથી શરૂ કરવામાં આવી શકે છે.