નવા સાંસદ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમને લઈને ચાલી રહેલ રાજકીય ઘમાસાણ વધતુ નજર આવી રહ્યું છે. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું કે, તમામ વિપક્ષી પાર્ટીઓએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. 28 મે ના રોજ યોજાનાર આ કાર્યક્રમનો અમે પણ બહિષ્કાર કરીશું.
સંજય રાઉતે કહ્યું કે, સૌથી પહેલા અમે જ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવ્યા હતા. અમે જ કહ્યું હતું કે, જ્યારે દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે તો દેશને આવા પ્રોજેક્ટની જરૂર ન હતી.