મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT)એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ન કરવા બદલ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ પરિસરને પોતાની જાગીર માને છે, કારણ કે તેમને લાગે છે કે નવું સંસદ ભવન તેમણે જ બનાવ્યું છે.
‘સામના’ દ્વારા PM મોદી પર સાધ્યું નિશાન
શિવસેના (UBT)એ તેમના મુખપત્ર ‘સામના’ના સંપાદકીયમાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન અંગે PM મોદી પર આરોપ કરવા ઉપરાંત એવો પ્રશ્ન કર્યો છે કે, શું 28 મેના કાર્યક્રમમાં ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને બોલાવાયા છે.