મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉછળતાં રૂપિયો નવા તળિયે ઉતરી ગયો હતો. શેરબજારમાં ઘટાડો તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં નવેસરથી ઉછાળો આવતાં ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો દબાણ હેઠળ જોવા મળ્યો હતો.
રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૨૭ વાળા જો કે આજે સવારે રૂ.૮૩.૨૬ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૩.૨૨ થયા પછી ભાવ વધી ઉંચામાં રૂ.૮૩.૩૫ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૩.૩૪ની તળિયાની સપાટીએ બંધ રહ્યા હતા.