બોલિવૂડના પ્રખ્યાત કલાકાર સતીશ કૌશિક હવે આપણી વચ્ચે નથી રહ્યા. અભિનેતાનું ગુરૂવારના રોજ નિધન થઇ ગયું હતું. તેમના નિધનના સમાચારથી ફિલ્મી દુનિયામાં ગમગીની છવાઇ ગઇ છે. બધા તેમણે ભીની આંખોથી યાદ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, બુધવાર રાત્રે કારમાં મુસાફરી કરતી વખતે સતીશને હાર્ટ એટેક આવ્યો હતો. અભિનેતાની મોતનો મામલો શંકાસ્પદ થતો જઇ રહ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિલ્હીના જે ફાર્મ હાઉસ પર સતીશ કૌશિકે હોળી પાર્ટીની ઉજવણી કરી હતી. ત્યાંથી દિલ્હી પોલીસની ક્રાઈમ ટીમને કેટલીક દવાઓ મળી છે. જેમાં નિયમિત દવાઓની સાથે સાથે કેટલીક અન્ય દવાઓ પણ મળી છે. પોલીસ આ સાથે જ હોળી પાર્ટીમાં સામેલ થયેલા ગેસ્ટ લિસ્ટની જાણકારી પણ મેળવી છે.