રામ નવમીને લઈને શ્રીરામ મંદિર ટ્રસ્ટ તરફથી ગાઈડલાઈન જાહેર કરાઈ છે. શ્રીરામ મંદિર ટ્રસ્ટ તરફથી જાહેર કરાયેલી ગાઈડલાઈન અનુસાર, નવરાત્રીના અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં ચાર દિવસો માટે VIP એન્ટ્રી પર રોક લગાવાઈ છે. આગામી 15 થી 18 એપ્રિલ સુધી કોઈ પણ પ્રકારના VIP દર્શન પર સમગ્ર રીતે પ્રતિબંધ લગાવાયો છે. મોબાઈલ લઈ જવા પર પણ પ્રતિબંધ રહેશે. આ સિવાય શ્રદ્ધાળુઓને રામ નવમી પર કેટલીક અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે.