દેશની રાજધાની નવી દિલ્હીમાં નજીકના સમયમાં મોદી સરકારની કેબિનેટમાં વિસ્તરણની અટકળોએ વેગ પકડયો છે એવામાં દેશમાં સંભવતઃ પહેલી વખત એક સાથે આઠ રાજ્યપાલોની બદલી કરાઈ છે. આ રાજ્યપાલોમાં કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરીને મોદી સરકારે બધાને ચોંકાવી દીધા છે. રાજ્યપાલોના રીસફલમાં કેટલાક રાજ્યપાલોની બદલી કરાઈ છે તો કેટલાક રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરાઈ છે તેમ રાષ્ટ્રપતિ ભવને મંગળવારે જણાવ્યું હતું. દરમિયાન કેન્દ્રિય કેબિનેટમાં જેડી-યુના નેતાઓના સમાવેશ મુદ્દે મુખ્યમંત્રી નિતિશ કુમારે પીએમ મોદી જે નિર્ણય લેશે તે માન્ય રહેશે તેમ કહ્યું છે. વધુમાં એલજેપીમાંથી પશુપતિ પારસના સમાવેશની શક્યતા છે.