મુંબઈમાં અતિભારે વરસાદ થઈ રહ્યો છે. આજે પણ સવારથી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે (IMD) આજે 12 જુલાઈએ મુંબઈમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સતત વરસતો વરસાદ મુંબઈના લોકો માટે આફત બની શકે છે, તેથી સાવચેત રહેવાની જરૂરિયાત જણાવી એલર્ટ જાહેર કર્યું છે. સવારે મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈમાં વધુ 48 કલાક અતિશય વરસાદની આગાહીથી લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.