રાજ્યમાં આગની મોટી ઘટનાઓને રોકવા માટે રાજ્યમાં નવી ફાયર પોલીસી ઘડવામાં આવી છે. રાજ્યમાં 26મી જાન્યુઆરીથી આ ફાયર સેફ્ટીની નવી પોલિસી લાગુ થશે. ફાયર સેફ્ટિ માટે હવે ખાનગી કંપનીઓ પાસે ચકાસણી કરાવી શકાશે અને તંત્ર મજબૂત કરવામાં આવશે. રાજ્યમાં ડાયરેક્ટર ઑફ ફાયરની નવી પોસ્ટ ઊભી કરવામાં આવી છે અને રાજ્યના 4 ઝોનના આ ચાર ડાયરેક્ટર ઑફ ફાયર કાર્યરત રહેશે. તેઓ આ ઝોનના તમામ ફાયર બ્રિગેડ સ્ટેશનનોના વડા રહેશે.
CM રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલ્કતને રક્ષણ આપવા ફાયર સેફટી અંગે કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. તેમણે રાજ્યમાં દરેક હાઇરાઇઝડ બિલ્ડીંગ, વાણિજ્યીક સંકુલો, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ્સ અને ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. ઓનલાઇન મેળવવા માટેની પ્રક્રિયાઓ અંગે રાજ્ય સરકાર પારદર્શી રીતે ફાયર સેફટી કોપ પોર્ટલ વિકસાવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.