અંકલેશ્વર GIDCમાં બનેલી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય શ્રમ રોજગારમંત્રી બંદારુ દત્તાત્રેયે કહ્યું કે ગુજરાતમાં વલસાડ, હજીરા, હાલોલ અને આણંદમાં 1200 કરોડના ખર્ચે ESIC હોસ્પિટલ બનશે. આ હોસ્પિટલ 300 બેડની હશે. કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ડિસ્પેન્સરી બનાવવા માટે પણ 200 કરોડ રુપિયા ફાળવશે.