ઈન્ડીયન સ્પેસ પ્રોગ્રામમાં એક નવા યુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શુક્રવારે શ્રી હરિકોટા ઉપરથી દેશનું પહેલું ખાનગી રોકેટ વિક્રમ એસ આજે સવારે ૧૧.૩૦ કલાકે સફળતાપૂર્વક સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ઉપરથી લોન્ચ કરાયું હતું. ભારતના આ સર્વપ્રથમ ખાનગી રોકેટનું નામ વિક્રમ સારાભાઈના નામ ઉપરથી રખાયું છે, તેનું નિર્માણ સ્કાઈ-રૂટ-એરો-સ્પેસ કંપનીએ કર્યું છે.
લોન્ચ કરાયા પછી રોકેટ હાઈપર સ્પીડે એટલે કે અવાજ કરતાં પાંચ ગણી ઝડપે અંતરિક્ષ તરફ ગયું હતું.