પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર રાજ્યપાલોના સંમેલનના ઉદ્ધાટન સત્રમાં ભાગ લીધો. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે દેશના લક્ષ્યાંકોને શિક્ષણ નીતિ અને વ્યવસ્થા દ્વારા જ રૂપા કરી શકાય છે. તેમણે એમ પણ કહ્યું કે શિક્ષણ નીતિમાં સરકારનો હસ્તક્ષેપ ઓછો હોવો જોઈએ.
પીએમ મોદીએ કહ્યું કે શિક્ષણ નીતિ દેશની આકાંક્ષાઓને પૂરી કરવાનું મહત્વપૂર્ણ માધ્યમ હોય છે. તેની સાથે બધા જોડાયેલા છે. શિક્ષણ નીતિમાં સરકારનો હસ્તક્ષેપ અને પ્રભાવ ઓછામાં ઓછો હોવો જોઈએ. શિક્ષણ નીતિથી શિક્ષક, વાલીઓ વિદ્યાર્થીઓ જેટલા જોડાયેલા હશે, એટલી જ તે પ્રાસંગિક બનશે. 5 વર્ષથી દેશભરના લોકોએ પોતાના સૂચનો આપ્યાં. ડ્રાફ્ટ પર 2 લાખથી વધુ લોકોએ સૂચનો આપ્યા હતાં. બધાએ તેના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે. વ્યાપક વિવિધતાઓના મંથનથી અમૃત નીકળ્યું છે. આથી ચારેબાજુ તેનું સ્વાગત થઈ રહ્યું છે. બધાને આ શિક્ષણ નીતિ પોતાની લાગી રહી છે. હવે દેશમાં નવી શિક્ષણ નીતિને લાગુ કરવાની રીત પર સંવાદ થઈ રહ્યાં છે. આ એટલા માટે પણ જરૂરી છે કારણ કે તેનાથી 21મી સદીના ભારતનું નિર્માણ થવાનું છે.